ભીલડી
bhilDi
તને રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં શેના રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં રીંગણીના રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારી રીંગણી ડોલેળાં મારે, કે રાજા બોલાવે ભીલળી!
તને રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં શેના રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં મરચીનાં રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારી મરચી ડોલેળાં મારે, કે રાજા બોલાવે ભીલળી!
તને રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં શેના રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં લહોણનાં રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારું લહોણ ડોલેળાં થારે, કે રાજા બોલાવે ભીલળી!
તને રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં શેનાં રોપાં, કે રાજા બોલાવે ભીલળી!
તારી વાડીમેં ડુંગરીનાં રોપા, કે રાજા બોલાવે ભીલળી!
તારી ડુંગળી ડોલેળાં મારે, કે રાજા બોલાવે ભીલળી!
તને રાજા બોલાવે ભીલળી!
tane raja bolawe bhilli!
tari waDimen shena ropa, ke raja bolawe bhilli!
tari waDimen ringnina ropa, ke raja bolawe bhilli!
tari ringni Dolelan mare, ke raja bolawe bhilli!

tari waDimen marchinan ropa, ke raja bolawe bhilli!
tari marchi Dolelan mare, ke raja bolawe bhilli!

tari waDimen lahonnan ropa, ke raja bolawe bhilli!
tarun lahon Dolelan thare, ke raja bolawe bhilli!
tane raja bolawe bhilli!
tari waDimen shenan ropan, ke raja bolawe bhilli!
tari waDimen Dungrinan ropa, ke raja bolawe bhilli!
tari Dungli Dolelan mare, ke raja bolawe bhilli!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 240)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966