lilu lilu re talaw - Lokgeeto | RekhtaGujarati

લીલુ લીલુ રે તળાવ

lilu lilu re talaw

લીલુ લીલુ રે તળાવ

લીલુ લીલુ રે તળાવ લીલવાડુ

સતુરી આવ મારે દેશ લીલવાડુ

આંબા મહુડા મારે દેશ લીલવાડુ

કેરીઓ ખાહું મારે દેશ લીલવાડુ

રળીઆંમણો મારો દેશ લીલવાડુ

લીલા લે’ર હે મારે દેશ લીલવાડુ

અરિઆળો મારો દેશ લીલવાડુ

નાગરવેલ હે મારે દેશ લીલવાડુ

વેવણી આવજે મારે દેશ લીલવાડુ

કંટાળો તારો દેશ લીલવાડુ

કાંટા ભાગહે તારે દેશ લીલવાડુ

કકરા ડુંગરા તારે દેશ લીલવાડુ

શીતળ સાયા મારે દેશ લીલવાડુ

રળીઆંમણી આપડી જોડ લીલવાડુ

મઝા કરહું મારે દેશ લીલવાડુ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959