e mane palanun bhilaDun - Lokgeeto | RekhtaGujarati

એ મને પાલનું ભીલડું

e mane palanun bhilaDun

એ મને પાલનું ભીલડું

મને પાલનું ભીલડું નથી ગમતું....(2)

મને સોરાહીને ભીલડે રેડ્યો લાગી રે....

મને પાલની ઘંટીઓ નથી ગમતી....(2)

મને સોરાહીની ઘંટીએ રેડ્યો લાગી રે....

મને પાલની શૈયેરો નથી ગમતી....(2)

મને સોરાહીની શૈયેરો રેડ્યો લાગી રે....

મને પાલની ઝોટડીઓ નથી ગમતી....(2)

મને સોરાહીની ઝોટડીએ રેડ્યો લાગી રે....

મને પાલના કુવલડા નથી ગમતા....(2)

મને સોરાહીને કુવલડે રેડ્યો લાગી રે....

મને પાલનું ભીલડું નથી ગમતું રે....(2)

મને સોરાહીને ભીલડે રેડ્યો લાગી રે....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959