bhayagshali brahman jaan lawyo - Lokgeeto | RekhtaGujarati

ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો

bhayagshali brahman jaan lawyo

ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો

ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો,

જાન લાવ્યો ને માન ખોયાં.

કંસાર તે ભરડી ભરડી ઢગ વાળ્યા,

જાનૈયા વતીના વાંદરા લાવ્યો.

કંસાર તો કોને ખવડાવું?

ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો.

ચણા તો ભરડી ભરડી ઢગ વાળ્યા,

ઘોડાના વતીના ગધેડા લાવ્યો.

ચણા તો કોને ખવડાવું?

ભાયગશાળી બ્રાહ્મણ જાન લાવ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 297)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957