wideha, na deha, na rupa - Lokgeeto | RekhtaGujarati

વિદેહા, ન-દેહા, ન-રુપા

wideha, na deha, na rupa

વિદેહા, ન-દેહા, ન-રુપા

(છંદ : ભૂજંગી)

વિદેહા, ન-દેહા, ન-રુપા, ન-રેખી, ન-માયા, ન-કાયા, ન-છાયા, વિશેખી.

નવોઢા, પ્રૌઢા, મુગ્ધા, બાલી, કિરોધા, બોધા, સરોધા કૃપાલી.

દુરંગ્યાં, રંગ્યાં, સુરંગ્યાં, દેહી, અનંગ્યાં સંગ્યાં, ત્રિભંગ્યાં સનેહી.

ભુજાલં વિશાલં કૃપાલં ભવાની, ઊજાલં ત્રિકાલં ધરાનં દીવાની.

ઉધારં અનંતં, ન-પારા, છેહી, માતા, તાતા, ભ્રાતા, સનેહી.

વિદેહા, ન-દેહી, ન-સાયા, ન-રેખી, ન-માયા, ન-કાયા, છાયા વિશેખી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966