kahan se lakhatun laghu buddhi meri - Lokgeeto | RekhtaGujarati

કહાં સે લખાતું લઘુ બુદ્ધિ મેરી

kahan se lakhatun laghu buddhi meri

કહાં સે લખાતું લઘુ બુદ્ધિ મેરી

(છંદ : ભૂજંગી)

કહાં સે લખાતું લઘુ બુદ્ધિ મેરી, પતંગી કરે સૂર સામે ઊજેરી.

નમું જાલ જ્વાલા, મુકી તું કહાવે, હવે સિદ્ધ વરદાન સુ ચંદ પાવે.

તૂંહી રાગિની રાગ વેદં પ્રમાનં, તૂંહી જંત્ર મેં, મંત્ર મેં સર્વ જાનં.

તૂંહી ચંદ્રમેં, સૂરમેં એક ભાસં, તૂંહી તેજમેં પૂંજમેં હો પ્રકાશં.

તૂંહી શોષની પોષની તીન લોકં, તૂંહી જાગની શોધની દૂર-દોખં.

તૂંહી ત્રિગુણી, તેજ માયા ભૂલાની, નમસ્તે નમસ્તે નમસ્તે ભવાની!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966