bharya jobanman lunti - Lokgeeto | RekhtaGujarati

ભર્યા જોબનમાં લુંટી

bharya jobanman lunti

ભર્યા જોબનમાં લુંટી

સાટમનો કાપડ ને સંજાપ મેલોવો

મને ભર્યા જોબનમા લૂંટી, પાણી માંલ્યા પોરા રે,

તું એક વાર સુરત શે’ર જાજે,

કે ચૂંદડી લાવજે, પાણી માંલ્યા પોરા રે.

શાટમના કાપડાને સંજાપ મેલોવો,

મને ભર્યા જોબનમાં લૂંટી, પાણી માંલ્યાં પોરાં રે,

તું એક વાર કડી શે’ર જાજે,

કે કડલાં લાવજે, પાણી માંલ્યાં પોરાં રે,

શાટમના કાપડાને સંજાપ મેલાવો,

મને ભર્યા જોબનમાં લૂંટી, પાણી માંલ્યાં પોરાં રે,

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના હીરપુર ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968