bhartiben chandana pandaraDu - Lokgeeto | RekhtaGujarati

ભારતીબેન ચાંદાના પાંદરડુ

bhartiben chandana pandaraDu

ભારતીબેન ચાંદાના પાંદરડુ

ભારતીબેન ચાંદાના પાંદરડુ,

રમણીકલાલ વગડાનું વાંદરડુ.

વાંદરે બહુ કલપના કીધી,

ત્યારે અમે દેવકન્યા દીધી.

ભારતીબેન મોટરમાં ફરવા જાશે,

ત્યારે રમણીકલાલ ડ્રાઈવર થઈને જાશે.

ભારતીબેન દેવ પૂજવા જાશે,

ત્યારે રમણીકલાલ માણી થઈને જાશે.

માળીએ બહુ કલપના કીધી,

ત્યારે અમે દેવકન્યા દીધી.

ભારતીબેનને સાડી પહેરવા જોઈશે,

ત્યારે રણીકલાલ કાપડિયો થઈને જાશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964