bhamrani pankh - Lokgeeto | RekhtaGujarati

ભમરાની પાંખ

bhamrani pankh

ભમરાની પાંખ

ટીલડી અમરાની વોરેલી રે,

આવડી ચ્યાં ને રોળાણી રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

વાંહડી અમરાની વોરેલી રે,

આવડી ચ્યાં ને રોળાણી રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

ચૂડલો અમરાનો વોરેલો રે,

આવડો ચ્યાં ને રોળાણો રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

કડલાં અમરાનાં વોરેલાં રે,

આવડાં ચ્યાં ને રોળાણાં રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

કાંબીઓ અમરાની વોરેલી રે,

આવડી ચ્યાં ને રોળાણી રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

મશરૂ અમરાનું વોરેલું રે,

આવડું ચ્યાં ને રોળાણું રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

ચૂંદડી અમરાની વોરેલી રે,

આવડી ચ્યાં ને રોળાણી રે,

એ તો પેલા આસોપાલવને ઝાડ રે,

ભમરે પાંખ લગાડી રે. (2)

રસપ્રદ તથ્યો

(અસારવા રણછોડપુરાની વાઘરી બહેનોએ સંભળાવેલું ગીત.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959