unchi karasanjini pipli re - Lokgeeto | RekhtaGujarati

ઉંચી કરસનજીની પીપળી રે

unchi karasanjini pipli re

ઉંચી કરસનજીની પીપળી રે

ઉંચી કરસનજીની પીપળી રે, નીચાં સોનીડાન હાટ વાલા,

ઝૂમણાં મૂલવવા હું ગઈ’તી રે, સામો મળ્યો છેલ વાલા

બોલાવ્યો પણ બોલ્યો નહિં રે, એટલું હામાં કૂડ વાલા

અંબોડે ગલફૂલ વાલા.

ઉંચી કરસનજીની પીપળી રે, નીચાં દોશીડાંનાં હાટ વાલા,

ચુંદડી મૂલવવા હું ગઈ’તી રે, સામો મળ્યો છેલ વાલા

બોલાવ્યો પણ બોલ્યો નહિં રે, એટલું હૈયામાં ફૂડ વાલા

અંબોડે ગલફૂલ વાલા.

ઉંચી કરસનજીની પીપળી રે, નીચાં મણિયારાનાં હાટ વાલા

ચૂડલી મૂલવવા હું ગઈ’તી રે, સામો મળ્યો છેલ વાલા,

બોલાવ્યો પણ બોલ્યો નહિ રે, એટલું હૈયામાં ફૂડ વાલા

અંબોડે ગલફૂલ વાલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966