tun ewi hun - Lokgeeto | RekhtaGujarati

તું એવી હું

tun ewi hun

તું એવી હું

તલ છે કહોજીયા, વહુ હું શું આલું?

તમને શાની ભરાવું મુઠ્ઠી, વહુ તમે કાંતોને!

ઘઉં છે ગોરડિયા, વહુ હું શું આલું?

તમને શાની ભરાવું મુઠ્ઠી, વહુ તમે કાંતોને!

ગોળ છે માળવિયો, વહુ હું શું આલું?

તમને શાની ભરાવું મુઠ્ઠી, વહુ તમે કાંતોને!

મગ છે મંડોળિયા, વહુ તમે કાંતોને!

તમને શાની ભરાવું મુઠ્ઠી, વહુ તમે કાંતોને!

પડવે પહેલી તથ બૈજી નહીં કાંતું;

બીજ અષાડી બીજ બૈજી નહીં કાંતું;

ત્રીજની તે અખાતરી બૈજી નહીં કાંતું;

ચોથ છે ગણેશચોથ બૈજી નહીં કાંતું;

પાંચમ નાગપાંચમ બૈજી નહીં કાંતું;

છઠ રાંધણછઠ બૈજી નહીં કાંતું;

સાતમ શીતળાસાતમ બૈજી નહીં કાંતું;

આઠમ ગોકુળઆઠમ બૈજી નહીં કાંતું;

નોમ રામનોમ બૈજી નહીં કાંતું;

દસમનાં એકટાણાં બૈજી નહીં કાંતું;

અગિયારશ એકાદશીવ્રત બૈજી નહીં કાંતું;

બારશ પોડાબારશ બૈજી નહીં કાંતું;

તેરશ ધનતેરશ બૈજી નહીં કાંતું;

ચૌદશ કાળીચૌદશ, બૈજી નહીં કાંતુ;

અમાસની દિવાળી બૈજી નહીં કાંતું;

પંદર તથ્યું થઈ પૂરી બૈજી નહીં કાંતું;

તેમાં એકે નથી અધૂરી બૈજી નહીં કાંતું;

તું એવી હું, બૈજી નહીં કાંતું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966