રાધાજીનું રુસણું
radhajinun rusanun
સાસુ બારણે સાદ કરે છે, ઊઠો રાધા ગોરી,
રાધા રંગીલી મહી વલોવો, મહીડા વેળાયું થઈ ગઈ જો.
મસરક દઈને મેડીએથી ઊતર્યાં, દીવડલા અંજવાળ્યા જો,
ગોળી મહીં તો ગોરસ પૂર્યાં, મહીં પૂર્યો રવાયો જો.
મહી વલોવી માટ જ ભર્યાં, દૂધ વેચવા ચાલ્યાં જો,
દૂધ વેચ્યાં, દહીં વેચ્યાં, વેચ્યાં જમુનાનીર જો.
વેચી કરીને રાધા ઘેર જ આવ્યાં, ક્યાં ગયાં મારા બૈજી જો,
હો મારાં બૈજી, શિરામણ દ્યોને, શિરામણ વેળા થઈ છે જો.
બૈ રે પાડોશણ બે’ન કહું છું, તું સાંભળ વહુની વાત જો,
ઢીંચણ સમાણાં ખાંદણાં પડિયાં, વાસીદાં નો વાળ્યાં જો.
પાણિયારાં તો ખાલી પડ્યાં, ને કળશિયા નો ઊટક્યા જો.
ઢીંચણ સમાણાં ખાંદણાં કાઢ્યાં, વાસીદાં તો વાળ્યાં જો,
પાણિયારાં તો છલકાઈ ગયાં, કળશિયા ઊટકી નાખ્યા જો;
હો મોરાં બૈજી, શિરામણ દ્યોને, શિરામણ વેળાયું થઈ છે જો.
સાવરણા કેરો માર જ માર્યો, ઢીંકા મેલ્યા ચાર જો,
પાટુ રે મારી પાડી દીધાં, અડબોથે અબડાવ્યાં જો.
મસરક દઈને મેડીઓ ચડિયાં, રાધાજી રીસાણાં જો,
ગાયું ચારીને કા’ન ઘેર જ આવ્યા, ક્યાં ગયાં રાધા ગોરીજી!
મસરક દઈને મેડિયે ચડિયા, રાધાએ રુસણાં લીધાં જો,
સાવરણા કેરો માર જ માર્યો, ઢીંકા મેલ્યા ચાર જો.
પાટુ રે મેલી પાડી દીધાં, અડબોથે અબડાવ્યાં જો,
મસરક દઈને મેડીએથી ઊતર્યા, માને જઈ સંભળાવ્યું જો:
‘આ લ્યો માતાજી, કોઠી કોદરા, ખૂણે ભરડી ખાજો જો,
રાધા રંગીલાંને કંઈ નહીં કહેવાય, રાધા તો ઠકરાણીજી.’
sasu barne sad kare chhe, utho radha gori,
radha rangili mahi walowo, mahiDa welayun thai gai jo
masrak daine meDiyethi utaryan, diwaDla anjwalya jo,
goli mahin to goras puryan, mahin puryo rawayo jo
mahi walowi mat ja bharyan, doodh wechwa chalyan jo,
doodh wechyan, dahin wechyan, wechyan jamunanir jo
wechi karine radha gher ja awyan, kyan gayan mara baiji jo,
ho maran baiji, shiraman dyone, shiraman wela thai chhe jo
bai re paDoshan be’na kahun chhun, tun sambhal wahuni wat jo,
Dhinchan samanan khandnan paDiyan, wasidan no walyan jo
paniyaran to khali paDyan, ne kalashiya no utakya jo
Dhinchan samanan khandnan kaDhyan, wasidan to walyan jo,
paniyaran to chhalkai gayan, kalashiya utki nakhya jo;
ho moran baiji, shiraman dyone, shiraman welayun thai chhe jo
sawarna kero mar ja maryo, Dhinka melya chaar jo,
patu re mari paDi didhan, aDbothe abDawyan jo
masrak daine meDio chaDiyan, radhaji risanan jo,
gayun charine ka’na gher ja aawya, kyan gayan radha goriji!
masrak daine meDiye chaDiya, radhaye rusnan lidhan jo,
sawarna kero mar ja maryo, Dhinka melya chaar jo
patu re meli paDi didhan, aDbothe abDawyan jo,
masrak daine meDiyethi utarya, mane jai sambhlawyun joh
‘a lyo mataji, kothi kodara, khune bharDi khajo jo,
radha rangilanne kani nahin kaheway, radha to thakraniji ’

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
- પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966