parewan lyo - Lokgeeto | RekhtaGujarati

પારેવાં લ્યો

parewan lyo

પારેવાં લ્યો

પાંચ પારેવાં ઘૂમીઆં, પારેવાં લ્યો!

મેં કિયા ભાઈ વારીઆ? પારેવાં લ્યો!

મેં નીરૂભાઈ વારીઆ, પારેવાં લ્યો!

ઊંચીમાં શું મો’યા વીર રે, પારેવાં લ્યો!

પાંચ પારેવાં ઘૂમીઆં, પારેવાં લ્યો!

મેં કિયા ભાઈ વારીઆ? પારેવાં લ્યો!

મેં સુરેશભાઈ વારીઆ, પારેવાં લ્યો!

કાળીમાં શું મો’યા મારા વીર રે, પારેવાં લ્યો!

પાંચ પારેવાં ઘૂમીઆં, પારેવા લ્યો!

મેં કિયા ભાઈ વારીઆ? પારેવાં લ્યો!

મેં ભાઈલાલભાઈ વારીઆ, પારેવાં લ્યો!

ઠીંગણીમાં સું મો’યા મારા વીર રે, પારેવાં લ્યો!

પાંચ પારેવાં ઘૂમીઆં, પારેવાં લ્યો!

મેં કિયા ભાઈ વારીઆ? પારેવાં લ્યો!

મેં ગૌરાંગભાઈ વારીઆ, પારેવાં લ્યો!

બોબડીમાં શું મો’યા મારા વીર રે, પારેવાં લ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 222)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968