bhare bhogawo aawyo - Lokgeeto | RekhtaGujarati

ભારે ભોગાવો આવ્યો

bhare bhogawo aawyo

ભારે ભોગાવો આવ્યો

ભારે ભોગાવો આવ્યો લધુ હોડ્યું બકે

વહતડીને ચોરે લધુ હોડ્યું બકે.

લધુનો દાદો વારે (2) લધુભા રે’વા દેજે

હૈયે હિમ્મતું રાખો (2) હમણે ઊતરીને આવું.

લધુની માતા વારે (2) લધુભા રહેવા દેજે

માતા શું બોલ્યાં? આપણી લાજું જાશે (2)

ચોરે વાતું થાશે રે ચોરે વાતું થાશે.

લધુના બંધવા વા’રે, (2) લધુભા રહેવા દેજે.

વીરા શું બોલ્યા? આપણી લાજું જાશે (2)

ચોરે વાતું થાસે રે ચોરે વાતં થાસે.

બૂંગિયા ઢોલ રે વાગ્યા રે, ઢોલ ક્યાં રે વાગ્યા?

લધુ હોડ્યું બકે, વહતડીને ચોરે, લધુ હોડ્યું બકે.

ગામેળું જોવા ઊમટ્યું (2) લધુભાએ હોડ્યું બકી.

લધુભાએ ધૂબકો માર્યો, લધુભાએ દોડીને ધૂબકો માર્યો.

પહેલો ઘોડો આવ્યો...........

લધુને ઉપાડી લીધો (2) લધુભા સલામું કરે

ગામેળું ચોરાસી કરે (2) લઘુ પાછો આવ્ય.

લધુભાને ઓવારે કાઢ્યા (2) કાઢ્યા ઊઘલને વાંકે

ભારે ભગાવો આવ્યો, લધુ હોડ્યું બકે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959