akaru te gamne - Lokgeeto | RekhtaGujarati

આકરુ તે ગામને

akaru te gamne

આકરુ તે ગામને

આકરુ તે ગામને ગોંદરે બે નાળિયેરી

ઘરડો બળદ વેચાય બે નાળિયેરી

જઈ જીવાભાઈ મૂલવે બે નાળિયેરી

તખુ વહુ કહે મારો બાપ બે નાળિયેરી

બાપ બાપ કરતા નીસર્યા બે નાળિયેરી

બાપે શીંઘડ ફેરવ્યા બે નાળિયેરી

ભાંગ્યા હડબા હોઠ બે નાળિયેરી

આકરુ તે ગામને ગોંદરે બે નાળિયેરી

ઘરડી ભેંસ વેચાય બે નાળિયેરી

જઈ બેચરભઈ મૂલવે બે નાળિયેરી

લીલા વહુ કહે મારેલી બે’ન બે નાળિયેરી

બે’ન બે’ન કરતા નીસર્યા બે નાળિયેરી

બેને શીંઘડ ફેરવ્યા બે નાળિયેરી

ભાંગ્યા હડબા હોઠ બે નાળિયેરી

આકરું તે ગામને ગોંદરે બે નાળિયેરી

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959