માતાની કૂંખ
matani koonkh
કુવાને કાંઠડે રે લીલી લીંબુડી રે,
લીંબુ પાક્યાં ત્રણસો ને સાઠ;
લીંબુ સાકર શેરડી.
ભાઈ બંધવા રે, બે લીંબુ ચૂસ,
તારા મુખડામાં અમી રે’શે રે.
અમર રહેજો રે, માતાજીની કૂંખ,
જેની કૂંખે કુંવર નીપજ્યા.
કુવાને કાંઠડે રે લીલી લીંબુડી રે,
લીંબુ પાક્યાં ત્રણસો ને સાઠ;
લીંબુ સાકર શેરડી.
બેની રે, બે લીંબુ ચૂસ,
તારા મુખડામાં અમી રે’શે રે.
અમર રહેજો માતાજી કૂંખ,
જેની રે કૂંખે કુંવરી નીપજ્યાં.
kuwane kanthDe re lili limbuDi re,
limbu pakyan transo ne sath;
limbu sakar sherDi
bhai bandhwa re, be limbu choos,
tara mukhDaman ami re’she re
amar rahejo re, matajini koonkh,
jeni kunkhe kunwar nipajya
kuwane kanthDe re lili limbuDi re,
limbu pakyan transo ne sath;
limbu sakar sherDi
beni re, be limbu choos,
tara mukhDaman ami re’she re
amar rahejo mataji koonkh,
jeni re kunkhe kunwri nipajyan
kuwane kanthDe re lili limbuDi re,
limbu pakyan transo ne sath;
limbu sakar sherDi
bhai bandhwa re, be limbu choos,
tara mukhDaman ami re’she re
amar rahejo re, matajini koonkh,
jeni kunkhe kunwar nipajya
kuwane kanthDe re lili limbuDi re,
limbu pakyan transo ne sath;
limbu sakar sherDi
beni re, be limbu choos,
tara mukhDaman ami re’she re
amar rahejo mataji koonkh,
jeni re kunkhe kunwri nipajyan



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 256)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968