bhai bhai hun to - Lokgeeto | RekhtaGujarati

ભાઈ ભાઈ હું તો

bhai bhai hun to

ભાઈ ભાઈ હું તો

ભાઈ ભાઈ હું તો કરતી’તી.

ભાઈ વિના ભૂલે રે ભમતી’તી.

ભાઈ કોઈએ દીઠો ?

ભાઈ તો ફૂલવાડીમાં પેઠો,

ફૂલની વાડી વેડાવું

ભાઇ તે ઘેર આવે તો તેડાવું.

ફૂલ પડ્યાં છે શેરીમાં,

ભાઈ તો રમે મહાદેવની દે’રીમાં.

દે’રીએ દે’રીએ દીવા કરું.

ભાઈ મોટો થાય ત્યારે વિવા’ કરું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 163)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963