tame gher jaw - Lokgeeto | RekhtaGujarati

તમે ઘેર જાવ

tame gher jaw

તમે ઘેર જાવ

જઈને અજોધા નગરીમાં વસજો,

માબાપને ધીરજ દેજો, ભરતજી, તમે ઘેર જાવ,

ઊતારા ઓરડા તમને ભરતજી,

મેડી કેરા મોલ, ભરતજી, તમે ઘેર જાવ.

જઈને અજોધા નગરીમાં વસજો,

માબાપને ધીરજ દેજો, ભરતજી, તમે ઘેર જાવ.

દાતણ દાડમી તમને ભરતજી,

કણેરાની કાંબ્ય, ભરતજી, તમે ઘેર જાવ.

જઈને અજોધા નગરીમાં વસજો,

માબાપને ધીરજ દેજો, ભરતજી, તમે ઘેર જાવ.

નાવણ કુંડિયાં તમને ભરતજી,

નદી કેરાં નીર, ભરતજી, તમે ઘેર જાવ.

જઈને અજોધા નગરીમાં વસજો,

માબાપને ધીરજ દેજો, ભરતજી, તમે ઘેર જાવ.

ભોજન લાપસી તમને ભરતજી,

કઢિયેલાં દૂધ, ભરતજી, તમે ઘેર જાવ.

જઈને અજોધા નગરીમાં વસજો,

માબાપને ધીરજ દેજો, ભરતજી, તમે ઘેર જાવ.

મુખવાસ એલચી તમને ભરતજી,

પાનનાં બીડાં પાંચ, ભરતજી, તમે ઘેર જાવ.

જઈને અજોધા નગરીમાં વસજો,

માબાપને ધીરજ દેજો, ભરતજી, તમે ઘેર જાવ.

પોઢણ ઢોલિયા તમને ભરતજી,

હીંડોળાની ખાટ, ભરતજી, તમે ઘેર જાવ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968