સાસુનો સંતાપ
sasuno santap
પાડોશણને ઘેર મે’માન આવ્યા, ધોડીને મળવા જાઉં;
હળીમળીને દુખણાં લીધાં, હતો ઈ તો મારો જેઠ;
બરી જાઉં, મરી જાઉં, મને કાંતતાં ન આવડે;
મારી સાસુનો સંતાપ જો!
ઘઉં લીધા, ઘેર ઘંટી, પરઘેર દળવા જાઉં,
પાડોશણ સાથે વાતું કરૂં, ને લોટ કુતરાં ખાય;
બરી જાઉં, મરી જાઉં, મને કાંતતાં ન આવડે;
મારી સાસુનો સંતાપ જો!
ભ્રામણ આવ્યો માગવા, ને ઘરમાં ધોડી જાઉં,
ઘરમાં જઈને તાળિયું પાડું, ભ્રામણ ભાગી જાય;
બરી જાઉં, મરી જાઉં, મને કાંતતાં ન આવડે;
મારી સાસુનો સંતાપ જો!
સસરાને ભાવે ચુરમા, ને સાસુને ભાવે સેવ,
જેઠને ભાવે ખીચડી, મને રાંધવાની ન મળે ટેવ;
બરી જાઉં, મરી જાઉં, મને કાંતતાં ન આવડે;
મારી સાસુનો સંતાપ જો!
paDoshanne gher mae’man aawya, dhoDine malwa jaun;
halimline dukhnan lidhan, hato i to maro jeth;
bari jaun, mari jaun, mane kanttan na awDe;
mari sasuno santap jo!
ghaun lidha, gher ghanti, pargher dalwa jaun,
paDoshan sathe watun karun, ne lot kutran khay;
bari jaun, mari jaun, mane kanttan na awDe;
mari sasuno santap jo!
bhraman aawyo magwa, ne gharman dhoDi jaun,
gharman jaine taliyun paDun, bhraman bhagi jay;
bari jaun, mari jaun, mane kanttan na awDe;
mari sasuno santap jo!
sasrane bhawe churma, ne sasune bhawe sew,
jethne bhawe khichDi, mane randhwani na male tew;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968