સાસરામાં જાવું
sasraman jawun
એવી રૂડી ઉગતલ ઝાડવાની છાંયા,
એવી મારા માવતરની માયા;
કે રાજ મારે સાસરામાં જાવું.
દાદે અમને આજ પરદેશડામાં દીધા,
માતાજીયેં તો વેગળાં કીધાં;
કે રાજ મારે સાસરામાં જાવું.
એવી રૂડી ઉગતલ ઝાડવાની છાંયા,
એવી મારા માવતરની માયા;
કે રાજ મારે સાસરામાં જાવું.
કાકે અમને આજ પરદેશડામાં દીધાં,
કાકીયેં તો વેગળાં કીધાં;
કે રાજ મારે સાસરામાં જાવું.
એવી રૂડી ઉગતલ ઝાડવાની છાંયા,
એવી મારા માવતરની માયા;
કે રોજ મારે સાસરામાં જાવું.
મામે અમને આજ પરદેશડામાં દીધાં,
મામીયેં તો વેગળાં કીધાં;
કે રાજ મારે સાસરામાં જાવું.
ewi ruDi ugtal jhaDwani chhanya,
ewi mara mawatarni maya;
ke raj mare sasraman jawun
dade amne aaj pardeshDaman didha,
matajiyen to weglan kidhan;
ke raj mare sasraman jawun
ewi ruDi ugtal jhaDwani chhanya,
ewi mara mawatarni maya;
ke raj mare sasraman jawun
kake amne aaj pardeshDaman didhan,
kakiyen to weglan kidhan;
ke raj mare sasraman jawun
ewi ruDi ugtal jhaDwani chhanya,
ewi mara mawatarni maya;
ke roj mare sasraman jawun
mame amne aaj pardeshDaman didhan,
mamiyen to weglan kidhan;
ke raj mare sasraman jawun
ewi ruDi ugtal jhaDwani chhanya,
ewi mara mawatarni maya;
ke raj mare sasraman jawun
dade amne aaj pardeshDaman didha,
matajiyen to weglan kidhan;
ke raj mare sasraman jawun
ewi ruDi ugtal jhaDwani chhanya,
ewi mara mawatarni maya;
ke raj mare sasraman jawun
kake amne aaj pardeshDaman didhan,
kakiyen to weglan kidhan;
ke raj mare sasraman jawun
ewi ruDi ugtal jhaDwani chhanya,
ewi mara mawatarni maya;
ke roj mare sasraman jawun
mame amne aaj pardeshDaman didhan,
mamiyen to weglan kidhan;
ke raj mare sasraman jawun



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, હરિભાઈ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968