rojhino aswar - Lokgeeto | RekhtaGujarati

રોઝીનો અસવાર

rojhino aswar

રોઝીનો અસવાર

મારે ઘેર આવ્યો મારો વીરો રે, વીર રોઝીનો અસવાર.

મેં તો હરખેથી ઢોલિયા ઢાળ્યા રે, મારો વીર રોઝીનો અસવાર.

મેં તો કાંઠા ઘઉં ભરડાવ્યા રે, મારો વીર રોઝીનો અસવાર.

મેં તો લાડે કોડે લાપસી રાંધી રે, મારો વીર રોઝીનો અસવાર.

મેં તો વીરને જમવા બેસાડ્યો રે, મારો વીર રોઝીનો અસવાર.

સાથે મારા સાયબાને બેસાડ્યા રે, મારો વીર રોઝીનો અસવાર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968