nahi jaun re mat - Lokgeeto | RekhtaGujarati

નહિ જાઉં રે માત

nahi jaun re mat

નહિ જાઉં રે માત

નહિ જાઉં રે માત, ગાવલડી ચારવાને, જશોદા માવડી,

મને સવારમાં વે’લો ઉઠાડે, મને દહીં ને રોટલી ખવરાવે;

મને દહીં ને રોટલી ખવરાવે, નહિ જાઉં રે માત,

ગાવલડી ચારવાને જશોદા માવડી.

હું વનમાં જાઉં તો વન ગાજે, મને વાઘ વરૂની બીફ લાગે,

મને વાઘ વરૂની બીક લાગે, નહિ જાઉં રે માત;

ગાવલડી ચારવાને જશોદા માવડી.

હું તો નીરમાં જોઉં તો નીર ગાજે, મને મગરમચ્છની બીક લાગે,

મને મગરમચ્છની બીક લાગે, નહિ જાઉં રે માત;

ગાવલડી ચારવાને જશોદા માવડી.

મને વનમાં ગોવારિયા મારે, મને ગોપિયુંની બહુ બીક લાગે.

મને ગોપિયુંની બહુ લાગે, નહિ જાઉં રે માત;

ગાવલડી ચારવાને જશોદા માવડી.

મને આંમરી પીપરી રમાડે, મન ભૂલ ભૂલવણીમાં ભૂલાવે,

મને ભૂલ ભૂલવણીમાં ભૂલાવે, નહિ જાઉં રે માત;

ગાવલડી ચારવાને જશોદા માવડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968