જીલુભા નહિ મળે
jilubha nahi male
જસદણ શે’રથીને મોટરૂં આવિયું,
આવી ઊભી બિલેશ્વર મોજાર, જીલુભા કાંટિયા રાજા;
નાણું નાખ્યે જીલુભા નહિ મળે.
બાપુ રૂવે છે એના ગાદીએ,
ક્યારે આવે ગાદીનો બેસનાર? જીલુભા કાંટિયા રાજા;
નાણું નાખ્યે જીલુભા નહિ મળે.
માતા રૂવે છે એની મોલમાં,
ક્યારે આવે ખોળાનો ખુંદનાર? જીલુભા કાંટિયા રાજા;
નાણું નાખ્યે જીલુભા નહિ મળે.
બેની રૂવે છે એની સાસરે,
ક્યારે આવે મામેરાં પૂરનાર? જીલુભા કાંટિયા રાજા;
નાણું નાખ્યે જીલુભા નહિ મળે.
માળી રૂવે છે એનો બાગમાં,
ક્યારે આવે ફૂલનો લેનાર? જીલુભા કાંટિયા રાજા;
નાણું નાખ્યે જીલુભા નહિ મળે.
વેપારી રૂવે છે એના હાટમાં,
ક્યારે આવે બીલેશ્વરનું નાક? જીલુભા કાંટિયા રાજા;
નાણું નાખ્યે જીલુભા નહિ મળે,
jasdan she’rathine motrun awiyun,
awi ubhi bileshwar mojar, jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
bapu ruwe chhe ena gadiye,
kyare aawe gadino besnar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
mata ruwe chhe eni molman,
kyare aawe kholano khundnar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
beni ruwe chhe eni sasre,
kyare aawe mameran purnar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
mali ruwe chhe eno bagman,
kyare aawe phulno lenar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
wepari ruwe chhe ena hatman,
kyare aawe bileshwaranun nak? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male,
jasdan she’rathine motrun awiyun,
awi ubhi bileshwar mojar, jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
bapu ruwe chhe ena gadiye,
kyare aawe gadino besnar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
mata ruwe chhe eni molman,
kyare aawe kholano khundnar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
beni ruwe chhe eni sasre,
kyare aawe mameran purnar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
mali ruwe chhe eno bagman,
kyare aawe phulno lenar? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male
wepari ruwe chhe ena hatman,
kyare aawe bileshwaranun nak? jilubha kantiya raja;
nanun nakhye jilubha nahi male,



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968