jhini jhini kesriya lal - Lokgeeto | RekhtaGujarati

ઝીણી ઝીણી કેસરીયા લાલ

jhini jhini kesriya lal

ઝીણી ઝીણી કેસરીયા લાલ

ઝીણી ઝીણી કેસરીયા લાલ કાંટો વાગ્યો.

મારા સસરાજીને ઓરડે તેડાવો, રાજપાટ મારા સે!

ઝીણી ઝીણી કેસરીયા લાલ કાંટો વાગ્યો.

મારા જેઠજીને ઓરડે તેડાવે, રાજપાટ મારા સે!

ઝીણી ઝીણી કેસરીયા લાલ કાંટો વાગ્યો.

મારા દેરજીને ઓરડે તેડાવો, રાજપાટ મારા સે!

ઝીણી ઝીણી કેસરીયા લાલ કાંટો વાગ્યો.

મારાં પરણ્યાને ઓરડે તેડાવો, રાજપાટ મારા સે!

ઝીણી ઝીણી કેસરીયા લાલ કાંટો વાગ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964