ek sathiDe re shobhti - Lokgeeto | RekhtaGujarati

એક સાથીડે રે શોભતી

ek sathiDe re shobhti

એક સાથીડે રે શોભતી

એક સાથીડે રે શોભતી રે પેલી વાંસળીયું

કાનને ભાવે ગોરસડા રે.

દ્વાર ઉઘાડી કાનો વાસે આવે,

સીંકે ગોરસના માટ જો.

મટકીની વારે વારે મોરલી રે થઈ મહીડાની,

પ્રજાની નારીયું આઈયું રે કાનો મહીડાનો ચોર,

કોઈ કહે કાનને મારો

કોઈ કહે નંદનો કુંવર!

હાથમાંથી કાને માર્યો આંચકો

મોતી રે રાણાં ચોક વેરાણાં!

કેમ કરી વીણસું? કેમ કરી પોરવશું?

હાથે વીણશું, મુખે આરશું

જીભે ગઈ તારી દર જો. એક સાથીડે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964