dadejiye amne arasuDiyane didhan jo! - Lokgeeto | RekhtaGujarati

દાદેજીયે અમને આરસુડિયાને દીધાં જો!

dadejiye amne arasuDiyane didhan jo!

દાદેજીયે અમને આરસુડિયાને દીધાં જો!

દાદેજીયે અમને આરસુડિયાને દીધાં જો!

આરસુ સાથે પાનાં પડીયાં, જનવારો કેમ જાશે જો?

ઉઠોને આરસુડિયા, દાતણવેળા થઈ છે જો!

જાગું છું, ગોરી જાગું છું, પડ્યો દાતણિયાં માગું છું.

કાકેજીયે અમને આરસુડીયાને દીધાં જો;

આરસુ સાથે પાનાં પડીયાં, જનવારો કેમ જાશે જો?

ઊઠોને આરસુડિયા, નાવણ વેળા થઈ છે જો;

જાગું છું, ગોરી જાગું છું, પડ્યો નાવણિયાં માગું છું.

મામેજીયે અમને આરસુડિયાને દીધાં જો;

આરસુ સાથે પાનાં પડીયાં, જનવારો કેમ જાશે જો?

ઉઠોને આરસુડિયા, ભોજન વેળા થઈ છે જો;

જાગું છું, ગોરી જાગું છું; પડ્યો ભોજનિયાં માગું છું.

વીરજીયેં અમને આરસુડિયાને દીધાં જો!

આરસુ સાથે પાનાં પડિયાં, જનવારો કેમ જાશે જો?

ઉઠોને આરસુડિયા, ઘરમાં ખાતર પડીયાં જો;

જાગું છું, ગોરી જાગું છું; પડ્યો પડકારા નાખું છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966