aaj jarur jajo re - Lokgeeto | RekhtaGujarati

આજ જરૂર જાજો રે

aaj jarur jajo re

આજ જરૂર જાજો રે

આજ જરૂર જાજો રે માનેતીને મોલે (3)

ખોટા સોગંદ ખાજો ને મેલજો (2)

ઉતારા કરજો તમે રાજી થઈને,

આજ જરૂર જાજો રે માનેતીને મોલે.

દાતણીયા કરજો તમે રાજી થઈને,

નાવણીયા કરજો તમે રાજી થઈને,

આજ જરૂર જાજો રે માનેતીને મોલે.

ભોજનીયા જમજો તમે રાજી થઈને,

મખવાસીયા કરજો તમે રાજી થઈને,

આજ જરૂર જાજો રે માનેતીને મોલે.

રમતીયા રમજો તમે રાજી થઈને,

આજ જરૂર જાજો રે માનેતીને મોલે.

ખોટા સોગંદ ખાજો ને મેલજો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964