મારા ગામના સુથારી વીરા વિનવું
mara gamna suthari wira winawun
મારા ગામના સુથારી વીરા વિનવું,
મારી માંડવડી ઘડી લાવ્ય રે બાવન બેટમાં;
તું ના લાવે તો નણદલજીની આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના રંગારી વીરા વિનવું,
મારી માંડવડી રંગી લાવ્ય રે બાવન બેટમાં;
તું ના લાવે તો નણદલજીની આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના લવારી વીરા વિનવું,
મારી માંડવડી જડી લાવ્ય રે બાવન બેટમાં;
તું ના લાવે તો નણદલજીની આણ સે,
ઓ નણદલજી ના લાલ, પાલવડો ના ઝાલ,
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના ચિતારી વીરા વિનવું,
મારી માંડવડી ચિતરી લાવ્ય રે, બાવન બેટમાં;
તમે ન લાવો તો નણદલજીની આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના કુંભારી વીરા વિનનું,
કાંઈ કોડિયાં લઈને આવો રે, બાવન બેટમાં;
તમે ના લાવો તો નણદલજીની આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના પિંજારી વીરા વિનવું,
કાંઈ દિવેટો લઈ આવ્ય રે, બાવન બેટમાં
તમે ના લાવો તો નણદલજી આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના ઘાંચીડા વીરા વિનવું,
કાંઈ તેલૈયાં લઈ આવો રે બાવન બેટમાં;
તમે ના લાવો તો નણદલજી આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામના વાળંદો વીરા વિનવું,
કાંઈ માંડવડી પ્રગટાવો રે, બાવન બેટમાં;
તમે ના પ્રગટાવો તો નણદલજીની આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
મારા ગામની સૈયરો બેની વિનવું,
કોઈ માંડવડી ગવરાવો રે, બાવન બેટમાં;
તમે ના ગવરાવો તો નણદલજીની આણ સે,
ઓ નણદલજીના લાલ, પાલવડો ના ઝાલ;
પાલવડો ઝાલે તો પાર ઉતારજો.
mara gamna suthari wira winawun,
mari manDawDi ghaDi lawya re bawan betman;
tun na lawe to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna rangari wira winawun,
mari manDawDi rangi lawya re bawan betman;
tun na lawe to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna lawari wira winawun,
mari manDawDi jaDi lawya re bawan betman;
tun na lawe to nanadaljini aan se,
o nanadalji na lal, palawDo na jhaal,
palawDo jhale to par utarjo
mara gamna chitari wira winawun,
mari manDawDi chitri lawya re, bawan betman;
tame na lawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna kumbhari wira winanun,
kani koDiyan laine aawo re, bawan betman;
tame na lawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna pinjari wira winawun,
kani diweto lai aawya re, bawan betman
tame na lawo to nanadalji aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna ghanchiDa wira winawun,
kani telaiyan lai aawo re bawan betman;
tame na lawo to nanadalji aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna walando wira winawun,
kani manDawDi pragtawo re, bawan betman;
tame na pragtawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamni saiyro beni winawun,
koi manDawDi gawrawo re, bawan betman;
tame na gawrawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna suthari wira winawun,
mari manDawDi ghaDi lawya re bawan betman;
tun na lawe to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna rangari wira winawun,
mari manDawDi rangi lawya re bawan betman;
tun na lawe to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna lawari wira winawun,
mari manDawDi jaDi lawya re bawan betman;
tun na lawe to nanadaljini aan se,
o nanadalji na lal, palawDo na jhaal,
palawDo jhale to par utarjo
mara gamna chitari wira winawun,
mari manDawDi chitri lawya re, bawan betman;
tame na lawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna kumbhari wira winanun,
kani koDiyan laine aawo re, bawan betman;
tame na lawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna pinjari wira winawun,
kani diweto lai aawya re, bawan betman
tame na lawo to nanadalji aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna ghanchiDa wira winawun,
kani telaiyan lai aawo re bawan betman;
tame na lawo to nanadalji aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamna walando wira winawun,
kani manDawDi pragtawo re, bawan betman;
tame na pragtawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo
mara gamni saiyro beni winawun,
koi manDawDi gawrawo re, bawan betman;
tame na gawrawo to nanadaljini aan se,
o nanadaljina lal, palawDo na jhaal;
palawDo jhale to par utarjo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 156)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966