gamna suthari wira tane winawun re - Lokgeeto | RekhtaGujarati

ગામના સુથારી વીરા તને વિનવું રે

gamna suthari wira tane winawun re

ગામના સુથારી વીરા તને વિનવું રે

ગામના સુથારી વીરા તને વિનવું રે, મહીમાતાની હોડીઓ ઘડી લાય જો;

હોડીઓ ઘડાવતાં પાયા વિસર્યા રે, એવાં રે એવાં ઠાકોરાંનાં જો;

એવાં ને મેવાસી સુબો વીફર્યો!

ગામના લવારી વીરા તને વિનવું રે, મહીમાતાની હોડીઓ જડી લાય જો;

હોડીઓ જડાવતાં પાયા વિસર્યા રે, એવાં રે એવાં ઠાકોરાંનાં રાજ જો;

એવાં ને મેવાસી સુબો વીફર્યા.!

ગામના રંગારી વીરા તને વિનવું રે, મહીમાતાની હોડીઓ રંગી લાય જો;

હોડીઓ રંગતા પાયા વિસર્યા રે, એવાં રે એવાં ઠાકોરાંના રાજ જો

એવાં ને મેવાસી સુબો વીફર્યો!

ગામના ચિતારી વીરા તને વિનવું રે, મહીમાતાની હોડીઓ ચિતરી લાય જો;

હોડીઓ ચિતરાવતાં પાયા વિસર્યા રે, એવાં રે એવાં ઠાકોરાંનાં રાજ જો

એવાં ને મેવાસી સુબો વીફર્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966