gamna machhiDa wira tamne winawun re - Lokgeeto | RekhtaGujarati

ગામના માછીડા વીરા તમને વિનવું રે

gamna machhiDa wira tamne winawun re

ગામના માછીડા વીરા તમને વિનવું રે

ગામના માછીડા વીરા તમને વિનવું રે,

મહીમાતામાં હોડલીઓ હંકાર જો;

મારે રે જાવાં છે મારે મહિયરીએ રે.

‘હોડીઓ હલકારું ગોરી તારી બોલીએ રે.’

ભઈ માછીડા, અટપટમાં ના બોલજો,

સામી તે પાળે રે સાયબો સાંભળે રે.

સાંભળશે તો તુજને દેશે ગાળ જો,

અમારી સાથે રે લેશે રૂસણાં રે;

જીવતરિયાં થાશે રે ખારાં નીર જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966