બાર બાર વરસે પસમલ પધાર્યા
bar bar warse pasmal padharya
બાર બાર વરસે પસમલ પધાર્યા, ઘોડા બાંધો ઘોડાહાર,
પસમલ ભલે પધાર્યા.
ચોરે તે બેઠા હો દાદાજી, જોજો વહુવારૂનાં ખેલ;
મોતીયલ ક્યાં વેરાણાં?
હું એ શું જાણું મારા પસમલ દીકરા, જઈ માતાને પૂછો;
પસમલ ભલે પધાર્યા.
સાંગા માંચીએ બેઠાં હો માતાજી, જો જો વહુવારૂનાં ખેલ;
મોતીયલ ક્યાં વેરાણાં?
હું એ શું જાણું મારા પસમલ દીકરા, જઈ બંધવાને પૂછો;
પસમલ ભલે પધાર્યો.
ઘોડો ખેલવતા હો બંધવાજી, જોજો વહુવારુનાં ખેલ;
મોતીયલ ક્યાં વેરાણાં?
હું એ શું જાણું મારા પસમલ બંધવા, જઈ ભોજાઈને પૂછો;
પસમલ ભલે પધાર્યા.
બેટડી ધવરાતાં હો ભોજાઈ જી, જોજો વહુવારૂનાં ખેલ;
મોતીયલ ક્યાં વેરાણાં?
દિયર ભોજાઈ બે હોળી રે રમતાં, હડિયે પડીયેલ હાથ;
મોતીયલ ત્યાં વેરાણા.
bar bar warse pasmal padharya, ghoDa bandho ghoDahar,
pasmal bhale padharya
chore te betha ho dadaji, jojo wahuwarunan khel;
motiyal kyan weranan?
hun e shun janun mara pasmal dikra, jai matane puchho;
pasmal bhale padharya
sanga manchiye bethan ho mataji, jo jo wahuwarunan khel;
motiyal kyan weranan?
hun e shun janun mara pasmal dikra, jai bandhwane puchho;
pasmal bhale padharyo
ghoDo khelawta ho bandhwaji, jojo wahuwarunan khel;
motiyal kyan weranan?
hun e shun janun mara pasmal bandhwa, jai bhojaine puchho;
pasmal bhale padharya
betDi dhawratan ho bhojai ji, jojo wahuwarunan khel;
motiyal kyan weranan?
diyar bhojai be holi re ramtan, haDiye paDiyel hath;
motiyal tyan werana

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966