bar bapor thayane paranya - Lokgeeto | RekhtaGujarati

બાર બપોર થયાને પરણ્યા

bar bapor thayane paranya

બાર બપોર થયાને પરણ્યા

બાર બપોર થયાને પરણ્યા જોઈ તમારી વાટ રે (2)

જોઈ તમારી વાટ રે બપોર થયાને પરણ્યો નવીયો રે

જોઈ તમારી વાટ જાગે સારી રાત

બાર બપોર થયાને!

મોજડી ઘડાવે ઓલો મોચીડાને હાટ રે

બાર બપોર થયાને!

ઝૂમણું ઘડાવે ઓલો સોનીડાને હાટ રે

બાર બપોર થયાને!

ઢોલીયો ઘડાવે ઓલો સુથારીને હાટ રે

બાર બપોર થયાને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964