supDanun geet - Lokgeeto | RekhtaGujarati

સુપડાનું ગીત

supDanun geet

સુપડાનું ગીત

રાય રંગીલું સુપડું મારૂં, ને ફરતા એના ખૂણા,

ચારે ખૂણે કુદડી લેવું, ને ફરતા મેલું દોરા દોરા;

મેરા લાલીઆ જમાદાર, મેરા ગામના હવાલદાર,

મેરા પટલ પાટીદાર, મેરા ઓટાના સરદાર;

ડાયલા મંગળ ગાવો, માઉવું સુપડું ખોવાણું.

ખરે બપોરે ખાંડવા ગી’તી, પાયલી લેવા મંગ,

મંગ સાટે કાંઈ મળિયું, ભાંગ્યા ડોશીના ઢુંગ ઢુંગ;

મેરા લાલીઆ જમાદાર, મેરા ગામના હવાલદાર,

મેરા પટલ પાટીદાર, મેરા ઓટાના સરદાર;

ડાયલા મંગળ ગાવો, માઉનું સુપડું ખોવાણું.

બાર માણાંનો ખીસડો રાંધ્યો, ને તેર ઘાણીનું તેલ,

ખાતા તો ’લ્યા ખાવ, માઉનું સુપડું લેવા જાવ જાવ;

મેરા લાલીઆ જમાદાર, મેરા ગામના હવાલદાર,

મેરા પટલ પાટીદાર, મેરા ઓટાના સરદાર;

ડાયલા મંગળ ગાવો, માઉનું સુપડું ખોવાણું.

સરકારીને દોકડા આલ્યા, ને પગીને આલી લાંસો,

લેતા તો લ્યો ‘લ્યા, માઉનું સુપડું લેવા જાવ, જાવ;

મેરા લાલીઆ જમાદાર, મેરા ગામના હવાલદાર,

મેરા પટલ પાટીદાર, મેરા ઓટાના સરદાર;

ડાયલા મંગળ ગાવો, માઉનું સુપડું ખોવાણું.

ખરે બપોરે સુપડું ખોવાણું, ને પરોડીએ આવ્યું હાથ,

આવ્યું તે તો વા’લું લાગ્યું, ને બાંટ્યો સૌને ગોળ ગોળ;

મેરા લાલીઆ જમાદાર, મેરા ગામના હવાલદાર,

મેરા પટલ પાટીદાર, મેરા ઓટાના સરદાર;

ડાયલા મંગળ ગાવો, માઉનું સુપડું ખોવાણું.

દેલવાડાની ડોકરી, ને નાથુ માઉનું નામ,

વગર પૈસે, ને વગર દોકડે, માઉએ રાખ્યું અમર નામ;

મેરા લાલીઆ જમાદાર, મેરા ગામના હવાલદાર,

મેરા પટલ પાટીદાર, મેરા ઓટાના સરદાર;

ડાયલા મંગલ ગાવો, માઉનું સુપડું ખોવાણું.

રસપ્રદ તથ્યો

બનાસકાંઠા જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે; અને તેની સરહદ રાજસ્થાન સાથે જોડાયેલ હોવાથી દક્ષિણ બનાસકાંઠામાં શુદ્ધ ગુજરાતી, ડુંગરમાળામાં ભીલી અને રાધનપુર-પાલનપુર જેવાં મુસ્લિમ રાજ્યો આવેલાં હતાં તેથી મારવાડી-હિન્દી-ઉર્દૂ મિશ્રિત બોલીમાં લોકગીતો મળે છે. એવા નમૂનાનાં ગીતો અહીં આપેલાં છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966