બાલુભા(દેવા)નો રાસડો
balubha(dewa)no rasDo
બાર બાર વરસ સુધી વેર ચાલ્યાં;
ને સોંપાણા સરકારુને હાથ, જાડેજા ભૂજના ભાયાત.
છેતરીને ભાયાતને નહોતો મારવો;
છેતરીને આ છેલને નહોતો મારવો.
તલવારુ કાઢીને કુંડાળાં તાણિયાં,
દેદાને ચાર ઘડી છૂટો મેલ્ય.
જાડેજા ભૂજના રાજા;
ભાયાતને છેતરીને નહોતો મારવો.
આ છેલને છેતરીને નહોતો મારવો.
ભોળવીને ભાયાતના માથડાં વાઢવાં;
મોરબીના ઠાકોર સંદેશા મોકલે;
મોરબીના કામદાર સંદેશા મોકલે;
દેદાની ભારોભાર માયા જોખ.
જાડેજા ભૂજના રાજા;
ભાયાતને છેતરીને નહોતો મારવો.
આ છેલને છેતરીને નહોતો મારવો;
દહિરેથી છાના તે કાગળ બેનીબા મોકલે,
દેદાને ચાર ઘડી છૂટો મેલ્ય;
દેદાને ફાંસીના હુકમ થાય.
ભોળવીને છેલને નહોતો મારવો;
જાડેજા ભૂજના રાજા,
આ છેલને છેતરીને નહોતો મારવો.
હૈયું વિસારી રૂખડનાથ ગાય છે;
બાલુભાના જીવતાં અમર નામ.
bar bar waras sudhi wer chalyan;
ne sompana sarkarune hath, jaDeja bhujna bhayat
chhetrine bhayatne nahoto marwo;
chhetrine aa chhelne nahoto marwo
talwaru kaDhine kunDalan taniyan,
dedane chaar ghaDi chhuto melya
jaDeja bhujna raja;
bhayatne chhetrine nahoto marwo
a chhelne chhetrine nahoto marwo
bholwine bhayatna mathDan waDhwan;
morbina thakor sandesha mokle;
morbina kamadar sandesha mokle;
dedani bharobhar maya jokh
jaDeja bhujna raja;
bhayatne chhetrine nahoto marwo
a chhelne chhetrine nahoto marwo;
dahirethi chhana te kagal beniba mokle,
dedane chaar ghaDi chhuto melya;
dedane phansina hukam thay
bholwine chhelne nahoto marwo;
jaDeja bhujna raja,
a chhelne chhetrine nahoto marwo
haiyun wisari rukhaDnath gay chhe;
balubhana jiwtan amar nam
bar bar waras sudhi wer chalyan;
ne sompana sarkarune hath, jaDeja bhujna bhayat
chhetrine bhayatne nahoto marwo;
chhetrine aa chhelne nahoto marwo
talwaru kaDhine kunDalan taniyan,
dedane chaar ghaDi chhuto melya
jaDeja bhujna raja;
bhayatne chhetrine nahoto marwo
a chhelne chhetrine nahoto marwo
bholwine bhayatna mathDan waDhwan;
morbina thakor sandesha mokle;
morbina kamadar sandesha mokle;
dedani bharobhar maya jokh
jaDeja bhujna raja;
bhayatne chhetrine nahoto marwo
a chhelne chhetrine nahoto marwo;
dahirethi chhana te kagal beniba mokle,
dedane chaar ghaDi chhuto melya;
dedane phansina hukam thay
bholwine chhelne nahoto marwo;
jaDeja bhujna raja,
a chhelne chhetrine nahoto marwo
haiyun wisari rukhaDnath gay chhe;
balubhana jiwtan amar nam



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966