mashkri - Lokgeeto | RekhtaGujarati

મશ્કરી

mashkri

મશ્કરી

મારે પનિયારે જીરું રે વાઈવું,

ઊઈગું સૂરજને પગલે.

મારા દિયરને છોકરી રે આયવી,

આવી અંધારી રાતે;

ચાલો પછાળવા જીયે, મારે.

આલો શીકોરી ને ચૈળવો? મારે.

મારા દિયરને છોકરોરે આયવો,

આયવો અજવાળી રાતે,

ચાલો રમાડવા જીયે.

આલો થાળી ને લોટો. મારે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957