bajariyun - Lokgeeto | RekhtaGujarati

બાજરિયું

bajariyun

બાજરિયું

બાજરીએ રેણોં લાગી રે, બારા રે પરનું બાજરિયું.

સુતારી શાને મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

માંડવડી ઘડતાં મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

લુહારી શાને મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

માંડવડી જડતાં મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

રંગાટી શાને મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

માંડવડી રંગતા મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

કુંભારી શાને મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

કોડાયાં ઘડતાં મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

પિંજારી શાને મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

દીવટો વણતાં મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

માળીડો શાને મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

ગજરા વણતાં મૂઓ રે, બારા રે પરનું બાજરિયું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968