sheluDi - Lokgeeto | RekhtaGujarati

શેલુડી

sheluDi

શેલુડી

શેલુડી, છેડો ઢળકતો મેલ, શેલુડી, ગવ મલક મારે જોવો છે,

શેલુડી, ગવ ગવના માથે બંગલો, બંગલે મેલ્યા બબ્બે ટોપીવાળા;

શેલુડી, છેડો ઢળતો મેલ, શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, ગવ ગવનાં માથે ઝાડવાં, ઝાડવે મેલ્યા બબ્બે ટોપીવાળા,

શેલુડી, છેડો ઢળકતો મેલ, શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, ગવ ગવના માથે ડુંગરા, ડુંગરે મેલ્યા બબ્બે ટોપીવાળા,

શેલુડી, છેડો ઢલકતો મેલ. શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, ગવ ગવના માથે તલાવડાં, તલાવડે મેલ્યા બબ્બે ટોપીવાળા,

શેલુડી, છેડો ઢળકતો મેલ. શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, રૂપલા બેડે પાણી હાંચર્યા. શેલુડી, બબ્બે મો’યા ટોપીવાળા.

શેલુડી, છેડો ઢળકતો મેલ. શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, રૂઈલાં બેડાં ઉપાડિયાં, બેડલે બબ્બે મો’યા ટોપીવાળા,

શેલુડી, છેડો ઢળકતો મેલ. શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, ગવ ગવનાં ડુંગરે ઉતારિયા, ડુંગરે બબ્બે મો’યા ટોપીવાળા.

શેલુડી, છેડો ઢળકતો મેલ. શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, ગવ ગવનાં ઝાડવાં વટાવિયાં, ઝાડવે બબ્બે મો’યા ટોપીવાળા.

શેલુડી, છેડો ઢળકતો મેલ. શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, ગવ ગવથી બંગલે આવિયા, બંગલે બબ્બે મો’યા ટોપીવાળા,

શેલુડી, છેડો ઢળકતો મેલ, શેલુડી, તારો મલક મારે જોવો છે.

શેલુડી, બારણે બેડલાં ઊતારિયાં, બારણે બબ્બે મો’યા ટોપીવાળા,

શેલુડી, છેડો ઢળકતો મેલ, શેલુડી, તારો મલક મારે જોવો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968