galno chhoDwo - Lokgeeto | RekhtaGujarati

ગલનો છોડવો

galno chhoDwo

ગલનો છોડવો

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

મારા જેઠાણી તે ગલ વેંણતા રે,

વેંણતા વેંણતાં વેંછૂડે ટચકાર્યા, મારા વા’લા,

મારા તે આંગણે ગલના છોડવા રે,

ફાલ્યો લચકો લોળ, મારા વા’લા.

ચડ્યો ચડ્યો રે કાંઈ માથા-અંબોડલે રે,

લાજ્યો રે કાંઈ જેઠાણીને ઝોલો, મારા વા’લા.

સસરો તે આયા જોવા રે,

હજારાની બાયડી જઈ, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

સાસુડી આયા જોવા રે,

હજારાની હાંઢડિયું જઈ, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

જેઠજી તે આયા જોવા રે,

મલોજ્યુ રાખનારું જ્યું, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

એની દેરાણી તે આયી જોવા રે,

જોડ્યું ખાંડી થઈ, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

દિયોર તે આયો જોવા રે,

હોળીની રમનારી જઈ, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

નણદોઈ તે આયો જોવા રે,

આયા જવાનું જ્યું, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા લોળ, મારા વા’લા.

નણદલ તે આયી જોવા રે,

ઘરમાંથી કંકાશ જ્યો, મારા વા’લા.

મારા તે આંગણે ગલનો છોડવો રે,

ફાલ્યો લચકા ને લોળ, મારા વા’લા.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના ખીચા ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968