દીલડાનો ચોર
dilDano chor
સૌ એ ઓર્યો’તો સોનીડો રે માડી, મેં યે ઓર્યો મનિયાર,
એ તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર;
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
સૌ એ ઓર્યો’તો દોશીડો રે, માડી, મેં યે ઓર્યો મનિયાર,
તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર;
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
સૌ એ ઓર્યો’તો મોચીડો રે, માડી, મેં યે ઓર્યો મનિયાર,
એ તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર;
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
સૌ એ ઓ’ર્યાતો માળીડો રે, માડી, મેં યે ઓર્યો મનિયાર,
એ તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર;
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
સોનીડો તે લાવે હાંસડી રે, માડી, મનિયાર રાતા ચૂડલા,
ચૂડલો પેર્યાના કોડ રે માડી, મને ચૂડલો પેર્યાના કોડ;
એ તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર.
દોશીડો તે લાવે ચૂંદડી રે, માડી મનિયાર પીળા ચૂડલા,
ચુડલો પેર્યાના કોડ રે માડી, મને ચુડલો પેર્યાના કોડ;
એ તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર.
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
મોચીડો તે લાવે મોજડી રે, માડી, મનિયાર હીરા જડ્યા ચુડલા,
ચુડલો પેર્યાના કોડ રે, માડી, મને ચુડલો પેર્યાના કોડ;
એ તો મારા કલેજાની કોર, માડી. કલેજાની કોર,
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
માળીડો તે લાવે ગજરા રે, માડી, મનિયાર માણેકના ચુડલા.
ચુડલો પેર્યાના કોડ રે, માડી, મને ચુડલો પેર્યાના કોડ;
એ તો મારા કલેજાની કોર, માડી, કલેજાની કોર,
હઈયાનો હરનાર, દલડાનો ચોર.
sau e oryo’to soniDo re maDi, mein ye oryo maniyar,
e to mara kalejani kor, maDi, kalejani kor;
haiyano harnar, dalDano chor
sau e oryo’to doshiDo re, maDi, mein ye oryo maniyar,
to mara kalejani kor, maDi, kalejani kor;
haiyano harnar, dalDano chor
sau e oryo’to mochiDo re, maDi, mein ye oryo maniyar,

sau e o’ryato maliDo re, maDi, mein ye oryo maniyar,

soniDo te lawe hansDi re, maDi, maniyar rata chuDla,
chuDlo peryana koD re maDi, mane chuDlo peryana koD;
e to mara kalejani kor, maDi, kalejani kor
doshiDo te lawe chundDi re, maDi maniyar pila chuDla,

mochiDo te lawe mojDi re, maDi, maniyar hira jaDya chuDla,
chuDlo peryana koD re, maDi, mane chuDlo peryana koD;
e to mara kalejani kor, maDi kalejani kor,
haiyano harnar, dalDano chor
maliDo te lawe gajra re, maDi, maniyar manekna chuDla

e to mara kalejani kor, maDi, kalejani kor,

આ ગીત ચંડીસર ગામનાં સમુબેન કબીરા પાસેથી મળેલ છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 154)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968