bai re, paDoshan - Lokgeeto | RekhtaGujarati

બાઈ રે, પાડોશણ

bai re, paDoshan

બાઈ રે, પાડોશણ

બાઈ રે, પાડોશણ, બાઈ રે બાવા !

ભાઈ મારાને કાંઈ દીઠો ?

કેવો એક છે ?

હાથે ને પગે કલ્લાં સાંકળાં,

માથે મગીઆ ટોપી;

અતલસનાં અગરખાં રે,

તેને બખેએ બખીએ મોતી;

ભાઈ મારાનાં રે મુખડાં

હું તો ફરી ફરી જોતી;

એવો તો મેં દીઠો હુતો

હલોલો.....હાલ !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963