bahurangi bahuchra - Lokgeeto | RekhtaGujarati

બહુરંગી બહુચરા

bahurangi bahuchra

બહુરંગી બહુચરા

પાટણવાડું આઈનું પરગણું,

મેવાશી મારું ગામ રે, મારી બહુરંગી બહુચરા!

સોનીડો આવે ઝૂલતો રે,

લાવે હાંસડીઓની જોડ રે, મારી બહુરંગી બહુચરા.

પહેરો અમ્બે મા પાતળાં રે, પહેરી ઓઢીને ગરબે ગાવ;

દીસે છે લાલ ગુલાબ રે, મારી બહુરંગી બહુચરા!

દોશીડો આવે ઝૂલતો રે,

લાવે ચુંદડીઓની જોડ રે, મારી બહુરંગી બહુચરા.

પહેરો બહુચર મા પાતળાં રે, પહેરી ઓઢીને ગરબે ગાવ;

દીસે છે લાલ ગુલાબ રે, મારી બહુરંગી બહુચરા!

મણિયારો આવે ઝૂલતો રે,

લાવે ટીલડીઓની જોડ રે, મારી બહુરંગી બહુચરા.

પહેરો કાળકા મા પાતળાં રે, પહેરી ઓઢીને ગરબે ગાવ;

દીસે છે લાલ ગુલાબ રે, મારી બહુરંગી બહુચરા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 210)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968