jumlanun baharawatun - Lokgeeto | RekhtaGujarati

જુમલાનું બહારવટું

jumlanun baharawatun

જુમલાનું બહારવટું

ચાર ભાયુંનો જોડલો જુમા, પાંચમો ભાવદે પીર

કાંથડના જુમલા રે, વાગડામાં રહેવા દે; ચાર...

પ્રાગપર ભાંગી પટલને માર્યો, ને ચોરે ચોડ્યું નિશાન;

કાંથડના જુમલા રે, વાગડમાં રહેવા દે; ચાર...

ભચઉનો ફોજદાર વિનતિ કરે, કે’ હથિયાર હેઠા મેલ્ય;

કાંથડના જુમલા રે, વાગડામાં રહેવા દે; ચાર...

હથિયાર મેલું તો માવતર લાજે, ને લાજે માળિયા ગામ;

કાંથડના જુમલા રે, વાગડમાં રહેવા દે; ચાર...

જરિયો ડુંગર ઘોડલે ઘેર્યો ને ઘણાનો કાઢ્યો ઘાણ;

કાંથડના જુમલા રે, વાગડમાં રહેવા દે; ચાર...

ઘોડીએ ચડતાં ખાનને માર્યો, ને હમીરિયો નાવ્યો હાથ;

કાંથડના જુમલા રે, વાગડમાં રહેવા દે; ચાર...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968