mirkhan sandhino rasDo - Lokgeeto | RekhtaGujarati

મીરખાન સંધીનો રાસડો

mirkhan sandhino rasDo

મીરખાન સંધીનો રાસડો

સરિયાદ ગામનો સંધી મીરખાનજી,

એની ભાભીએ મહેણું માર્યે મીરખાનજી.

રોઝડી ઘોડીએ ચડ્યો મીરખાનજી,

શેરખાં ને મીરખાન ચડ્યા મીરખાનજી.

કાળી આંખોવાળો મીરખાનજી,

ચોરે ઢોલ દીધો મીરખાનજી.

ત્યાંથી ઘોડા ખેલવ્યા મીરખાનજી,

રોઢાને ચોરે ઢોલ દીધો મીરખાનજી,

દરજીની જાન લૂંટી મીરખાનજી,

ત્યાંથી ધાડુ નીકળ્યું મીરખાનજી,

મેત્રણના ચોરે ઢોલ દીધો મીરખાનજી,

લૂંટ્યુ પ્રભુજીનું મંદિર મીરખાનજી.

લૂંટ્યા બ્રાહ્મણ, લૂંટ્યા વાણિયા મીરખાનજી.

ડુંગરે ડેરા તાણ્યા મીરખાનજી.

ભાંખરે સી.આઈ.ડી. લાગી મીરખાનજી,

ભાંખરાની શલ્યાઓમાં પકડ્યા મીરખાનજી.

બાર બાર ગોળીઓ છૂટી મીરખાનજી,

તેરમી ગોળીએ મરાણા મીરખાનજી.

ત્યાંથી લાશ ઉપાડી મીરખાનજી,

લાવ્યા પાટણ શહેરમાં મીરખાનજી,

દાજી બાવે દાહ દીધો મીરખાનજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966