awlo nar - Lokgeeto | RekhtaGujarati

અવળો નર

awlo nar

અવળો નર

દુબળી ગાયના દુઝાણાં, હેઠે વાછરું ધાવે;

લાલ પાડોશણ પાતળી, છાશ લેવાને આવે.

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે,

સાંભળ સૈયર વાતડી, દૂઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

લાલ ચોમાસાં આવીઆં, નેવે ઢોલિયા ઢળાવે,

નેવે ઢળાવે ઢોલિયા, ઉપર મેવલા વરસાવે;

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે,

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

લાલ શિયાળા આવીઆ, ચોકમાં ઢોલિયા ઢળાવે,

ચોકમાં ઢળાવે ઢોલિયા, ઉપર વાહર નંખાવે.

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

લાલ ઉનાળા આવીઆ ખૂણે ઢોલિયા ઢળાવે,

ખૂણે ઢળાવે ઢોલિયા, હેઠે અગનિ ધખાવે.

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે,

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવલા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 276)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968