અવણચંડીનો ગરબો
awanchanDino garbo
ગોરમા! હું લાગુ છૂં પાય કે કહૂ કરજોડી કરગરી રે લોલ :
ગોરમા! મુને દેજો નાર સનાર કે રૂપે ગુણે આગલી રે લોલ –ગોરમા.
ગોરમા! શેં પાપે પામ્યો એહેવી નાર કે, મહા દુર્ભાગણી રે લોલ :
ગોરમા! કેવા રાંક ભીખારી આવે બહાર કે, તેને નવ આપે મુઠડી રે લોલ—
ગોરમા! રૂપે જાણીએ કોયલવર્ણી કે ઊંચી તાહારે ઊંટડી રે લોલ :
ગોરમા! હું કહૂં રાંધે સાલ કે દાલ કે ત્યારે ચડાવે ઘેંસની તાવડી રે લોલ :
ગોરમા! ઘેર હું કહૂં પાલ આચારકે ત્યારે કરે ઘણો અનાચાર રે લોલ :
ગોરમા! હું માગું ધૃત સાર કે ત્યારે ક્રોધ ઘણો કરે રે લોલ—
ગોરમા! હુંને સરજાવ્યો ખાનાર પીનાર કે, એ સરજાવી સૂમડી રે લોલ :
ગોરમા! હું માગુ પાન સોપારી એલચી કે ત્યારે પાડે બૂમડી રે લોલ :
ગોરમા! મારા કાળાને લાંબા કેશ કે તેલ ફલેલ ચુવે રે લોલ :
ગોરમા! એ હેનો ચોલો જાણીએ ગધેડીનું પૂછ કે માંહથી જૂઓ ખરે રે લોલ :
ગોરમા! મહારાં વસ્ત્ર વિવેક કે જેમાંથી સુવાસ ઘણ રે લોલ :
ગોરમા! એહેનાં વસ્ત્ર દીસે છે ઘાગા કે તેમાં દુર્વાસ ઘણી રે લોલ—
ગોરમા! હું ખટ ધરમ પાલુ તે તો એને નવ ગમે રે લોલ :
ગોરમા! એ દિવસ આથમ્યે નાહ્ય કે કુલ ધરમ લેહે નહીં રે લોલ :
ગોરમા! સહૂને આપો મૃગનેણી નાર કે મને ગજનેણી મળી રે લોલ :
ગોરમા! અવતરીને આજદિન કે નોહોતી જોઈ શંખણી રે લોલ :
ગોરમા! કરમના ભોગ સંજોગ કે આવી પાલવે પડી રે લોલ :
ગોરમા! પરોઢીએ રજસ્વલા થાય કે કેહે હું રાતે થઈ રે લોલ :
ગોરમા! ત્રીજે દિન જલ ભરવા જાય કે કુલ ધરમ લેહે નહિ રે લોલ :
ગોરમા! સંસારમાં છે દુ:ખ કે બહુ વિધવિધતણાં રે લોલ :
ગોરમા! જેને ઘેર કુભારની નાર કે તેથી દુ:ખ એ કે નહીં રે લોલ :
ગોરમા! અઢી શેર પાકુ ખાય કે કેહે મૂને ભાવ્યૂં નહીં રે લોલ—
ગોરમા! પેટમાં પડી છે સલાય કે કેહે વેષા ઘરધણી રે લોલ :
ગોરમા! હું એ હેને ઘરેણાં ઘડાવું કે તે તો એને નવ ગમે રે લોલ—
ગોરમા! કેહેશે સોનાર ખાઈ જાય કે તંમો કાંઈ સમજો નહીં રે લોલ :
ગોરમા! એ હેવી અવળચંડી નાર કે નોહોતી જોઈ નવ ખંડમાં રે લોલ—
ગોરમા! શેં પાપે મુને નાખ્યો કે એહેના ફંદમાં રે લોલ :
ગોરમા! મારે આવે માત પિતાનો દિન કે સંવછરી શ્રાધનો રે લોલ :
ગોરમા! એ લેઈ ઘાલે ગધેડાને પંડ કૈ એથી જનમારો બળ્યો રે લોલ :
ગોરમા! હું લાવું, કસબી ચીર કે ઓઢું હું પામરી રે લોલ—
ગોરમા! ત્યારે એ કરડવા ધાય કે જાણીએ હડકાઈ કૂતરી રે લોલ :
ગોલમા! પાસે રહે પડોસી કે ઉતંમ જાતનાં રે લોલ—
ગોરમા! તેની સાથે અહરનિશ વઢે કે સુખે રેહેવા દે નહીં રે લોલ :
ગોરમા! માહારે રાખ્યૂં જોઈએ ઘોડુ કે ગાડી કે તે તો એને નવ ગમે રે લોલ :
ગોરમા! એ ખાઈ જાયે ઘરબાર કે એહેનૂં ઘોડુગાડી ફાટી પડે રે લોલ :
ગોરમા! એહેનો નથી કાંઈક વાંક કે વાંક માહારા કરમનો રે લોલ—
ગોરમા! પેલે ભવ નથી પૂજ્યા ઉંઅીસાનાથ કે તે થકી એહેવી મળી રે લોલ :
ગોરમા! કેહે છે દાસ વલ્લભ કરજોડી કે તમને ફરી ફરી રે લોલ—
ગોરમા! સાત જનમ રાખજો કુંઆરો અવતાર કે એહેવી નવ આપશો ફરી રે લોલ :
ઈતિ શ્રી અવળચંડીનો ગરબો
gorma! hun lagu chhoon pay ke kahu karjoDi karagri re lol ha
gorma! mune dejo nar sanar ke rupe gune aagli re lol –gorma
gorma! shen pape pamyo ehewi nar ke, maha durbhagni re lol ha
gorma! kewa rank bhikhari aawe bahar ke, tene naw aape muthDi re lol—
gorma! rupe janiye koyalwarni ke unchi tahare untDi re lol ha
gorma! hun kahun randhe sal ke dal ke tyare chaDawe ghensni tawDi re lol ha
gorma! gher hun kahun pal acharke tyare kare ghano anachar re lol ha
gorma! hun magun dhrit sar ke tyare krodh ghano kare re lol—
gorma! hunne sarjawyo khanar pinar ke, e sarjawi sumDi re lol ha
gorma! hun magu pan sopari elchi ke tyare paDe bumDi re lol ha
gorma! mara kalane lamba kesh ke tel phalel chuwe re lol ha
gorma! e heno cholo janiye gadheDinun poochh ke manhthi juo khare re lol ha
gorma! maharan wastra wiwek ke jemanthi suwas ghan re lol ha
gorma! ehenan wastra dise chhe ghaga ke teman durwas ghani re lol—
gorma! hun khat dharam palu te to ene naw game re lol ha
gorma! e diwas athamye nahya ke kul dharam lehe nahin re lol ha
gorma! sahune aapo mrigneni nar ke mane gajneni mali re lol ha
gorma! awatrine ajdin ke nohoti joi shankhni re lol ha
gorma! karamna bhog sanjog ke aawi palwe paDi re lol ha
gorma! paroDhiye rajaswala thay ke kehe hun rate thai re lol ha
gorma! trije din jal bharwa jay ke kul dharam lehe nahi re lol ha
gorma! sansarman chhe duhakh ke bahu widhawidhatnan re lol ha
gorma! jene gher kubharni nar ke tethi duhakh e ke nahin re lol ha
gorma! aDhi sher paku khay ke kehe mune bhawyun nahin re lol—
gorma! petman paDi chhe salay ke kehe wesha gharadhni re lol ha
gorma! hun e hene gharenan ghaDawun ke te to ene naw game re lol—
gorma! keheshe sonar khai jay ke tanmo kani samjo nahin re lol ha
gorma! e hewi awalchanDi nar ke nohoti joi naw khanDman re lol—
gorma! shen pape mune nakhyo ke ehena phandman re lol ha
gorma! mare aawe mat pitano din ke sanwachhri shradhno re lol ha
gorma! e lei ghale gadheDane panD kai ethi janmaro balyo re lol ha
gorma! hun lawun, kasbi cheer ke oDhun hun pamari re lol—
gorma! tyare e karaDwa dhay ke janiye haDkai kutri re lol ha
golma! pase rahe paDosi ke utanm jatnan re lol—
gorma! teni sathe aharnish waDhe ke sukhe rehewa de nahin re lol ha
gorma! mahare rakhyun joie ghoDu ke gaDi ke te to ene naw game re lol ha
gorma! e khai jaye gharbar ke ehenun ghoDugaDi phati paDe re lol ha
gorma! eheno nathi kanik wank ke wank mahara karamno re lol—
gorma! pele bhaw nathi pujya unaisanath ke te thaki ehewi mali re lol ha
gorma! kehe chhe das wallabh karjoDi ke tamne phari phari re lol—
gorma! sat janam rakhjo kunaro awtar ke ehewi naw apsho phari re lol ha
iti shri awalchanDino garbo

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963