arhe use ramre - Lokgeeto | RekhtaGujarati

અરહે ઉસે રમરે

arhe use ramre

અરહે ઉસે રમરે

અરહે ઉસે રમરે અમર ડાંડીનો પાટલો રે! (2)

કેના કેના રાજમાંયે અમર ડાંડીનો પાટલો રે! (2)

બાપાજીના રાજમાંયે અમર ડાંડીનો પાટલો રે! (2)

માતાજીના રાજમાયે અમર ડાંડીનો પાટલો રે! (2)

લડારો રમારો, અમર ડાંડીનો પાટલો રે! (2)

હોંસ કરેં ને રમો અમર ડાંડીનો પાટલો રે! (2)

વળાંકે વળાંકે અમર ડાંડીનો પાટલો રે! (2)

મુરજુ ઉસુ કરો અમર ડાંડીનો પાટલો રે! (2)

વાડીમાં યે બાવળીયો અમર ડાંડીનો પાટલો રે! (2)

બાવળીયો કપાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

સુથારીયાં તેડાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

કરવેંતે મંગાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

વાંહેલો મંગાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

વીજેણું મંગાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

કાપી રે કરીને અમર ડાંડીનો પાટલો રે! (2)

મજૂરીઆ બોલાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

બાજરોઠે ઘડાવો અમર ડાંડીનો પાટલો રે! (2)

ઘડી રે કરીને અમર ડાંડીનો પાટલો રે! (2)

મુરજુ રે રમારો અમર ડાંડીનો પાટલો રે! (2)

અરહે ઉસે રમરે અમર ડાંડીનો પાટલો રે! (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963