aphiniyo - Lokgeeto | RekhtaGujarati

અફીણિયો

aphiniyo

અફીણિયો

સવ લોક સૂડે માડી! કાળિયાં ખેતરાં,

અફીણિયો સૂડે રૂડો વાડો રે,

માડી! મને અફીણિયાને શું દીધી?

સવ લોક ઓરે માડી! જાર ને બાજરી,

અફીણિયો ઓરે રૂડો ગાંજો રે, માડી!.

સવ લોક નીંદે માડી! જાર ને બાજરી,

અફીણિયો નીંદે રૂડો ગાંજો રે, માડી!.

સવ લોક કરવે માડી! જાર ને બાજરી,

અફીણિયો કરવે રૂડો ગાંજો રે, માડી!.

સવ લોક ખૂંટે માડી! જાર ને બાજરી,

અફીણિયો ખૂંટે રૂડો ગાંજો રે,

સવ લોક માપે માડી! જાર ને બાજરી,

અફીણિયો માપે લીલો ગાંજો રે, માડી!.

આખે કો’ળે કા શાક બનાયા,

રેડ્યાં છાસકાં મટકાં રે, માડી!.

છોરાં ને છોકર જમવા રે બેઠાં,

ડોયો ઉલાળ્યો મોડો દંડકો રે. માડી!.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957