aparni simman sawajDane marya - Lokgeeto | RekhtaGujarati

અપરની સીમમાં સાવજડાને માર્યા

aparni simman sawajDane marya

અપરની સીમમાં સાવજડાને માર્યા

અપરની સીમમાં સાવજડાને માર્યા રાણા જેઠવા!

બંધુકોને તલવારો રાજ તમને બિજાવે દુનિયા ઝાઝો,

અમ્મર રહે તમારા રાજ.

ઘણું જીવો રાણા જેઠવા, અમ્મર રહે તમારા રાજ.

ટેબલ ખુરશી તમને ગમે પલંગનો ઘણો શોખ,

ઘણું જીવો રાણા જેઠવા, અમ્મર રહે તમારા રાજ.

અપરની સીમમાં સાવજડો માર્યા ને દુનિયા કારીગરના કામ,

ઘણું જીવો રાણા જેઠવા, અમ્મર રહે તમારા રાજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964