antarni galiyunman re’jo - Lokgeeto | RekhtaGujarati

અંતરની ગલિયુંમાં રે’જો

antarni galiyunman re’jo

અંતરની ગલિયુંમાં રે’જો

બેની મારી, અંતરની ગલિયુંમાં રે’જો માણારાજ!

બેનની હાથની હથેળી જોજો...માણારાજ;

તો ચાંદા સરખી થાળી રે...

બેની મારી, અંતરની ગલિયુંમાં રે’જો માણારાજ!

બેનની હાથની આંગળિયું જોજો...માણારાજ;

તો ચોળા મગની શેંગુ રે...

બેની મારી, અંતરની ગલિયુંમાં રે’જો માણારાજ!

બેનનો પેટનો ફાંદો જોજો...માણારાજ;

તો જેવો શરદનો ચાંદો રે...

બેની મારી, અંતરની ગલિયુંમાં રેજો માણારાજ!

બેનનો માથાનો અંબોડો જોજો...માણારાજ;

તો ગુલાબ કેરો ગોટો રે...

બેની મારી, અંતરની ગલિયુંમાં રેજો માણારાજ!

તો જુગતે હશે જોડું રે...

બેની મારી, અંતરની ગલિયુંમાં રે’જો માણારાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968