ankni kankni - Lokgeeto | RekhtaGujarati

આંકણી-કાંકણી

ankni kankni

આંકણી-કાંકણી

હાથે કાંકણી કાંકણી,

હાથે ચૂડલો ચૂડલો.

ભાઈ ગ્યો’તો ધંધૂકે, ધંધૂકે,

ભાભી ચૂલા સંધ્રૂકે સંધ્રૂકે.

ભાઈ ખાય દહીં દૂધ, દહીં દૂધ,

ભાભી ખાય ખાટી છાશ, ખાઠી છાશ.

ભાઈ સૂએ ઢોલિયે ઢોલિયે,

ભાભી સૂએ માંચીએ, માંચીએ.

-પછી બેઉ હાથને ઉપર ચક્કર ફેરવીને કહેવાનું :–

ખાટી છાશના સાબોડિયા!

ખાટી છાશના સાબોડિયા!

રસપ્રદ તથ્યો

છેક નાનાં બાળકો માટે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959